ગુજરાતના રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહેતા જામનગરના જાડેજા પરિવારમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. શિક્ષણમંત્રી રિવાબા જાડેજા અને કોંગ્રેસના નેતા તેમજ તેમના નણંદ નયનાબા જાડેજા સામસામે આવતા અનોખા દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન બંને વચ્ચે રાજકીય તણખા પણ જોવા મળ્યા હતા.
શિક્ષણમંત્રી રિવાબાની શુભેચ્છા અને વિશ્વાસ
શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે, શુભેચ્છાની સાથે તેમણે ભાજપની જીતનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ચૂંટણી લડનાર દરેકને મારી શુભેચ્છાઓ છે, પરંતુ મને ભાજપના કાર્યકરો પર સંપૂર્ણ વિશ્વાસ છે. આગામી 26 તારીખે જ્યારે પરિણામ આવશે, ત્યારે જીત તો ભારતીય જનતા પાર્ટીની જ થશે."










