બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોર અત્યારે તેમના સાહસિક અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાલમાં દક્ષિણ ભારતની મુલાકાતે ગયેલા ગેનીબેને સમુદ્રના ઊંડા પાણીમાં ઉતરીને સ્કૂબા ડાઇવિંગનો આનંદ માણ્યો હતો. સામાન્ય રીતે સાડીમાં અને લોકપ્રિય નેતા તરીકે દેખાતા ગેનીબેન ડાઇવિંગ સૂટ પહેરીને મહાસાગરના તળિયે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જળચર સૃષ્ટિ અને દરિયાઈ જીવોને નજીકથી નિહાળીને એક અનોખો અનુભવ મેળવ્યો હતો.


પર્યાવરણ પ્રેમી સાંસદ

આ સાહસિક પ્રવૃત્તિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મનોરંજનની સાથે દરિયાઈ પર્યાવરણનું નિરીક્ષણ કરવાનો પણ હતો. સાંસદે મહાસાગરના પેટાળમાં વસેલી જીવસૃષ્ટિનું બારીકાઈથી અવલોકન કર્યું હતું અને પર્યાવરણની જાળવણીના મહત્વ પર ભાર મૂક્યો હતો. ગેનીબેને જણાવ્યું હતું કે દરિયાની અંદરની દુનિયા અત્યંત સુંદર અને આશ્ચર્યજનક છે. તેમનો આ સાહસિક વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો તેમના આ અનોખા અંદાજની ભારે પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો : Rajkot News : ઉપલેટામાં ફરી ભૂકંપના આંચકા, 2.7 ની તીવ્રતાએ લોકોમાં ફફડાટ ફેલાવ્યો



  • Follow us on: