દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે એક અત્યંત મહત્વના અને દાખલારૂપ ચુકાદામાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ભરત માજીરાણાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ચુકાદાથી નરાધમ ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પીડિતાને ન્યાય મળતા લોકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.


સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને સજા 

ચાર વર્ષ અગાઉ આરોપી ભરત માજીરાણાએ એક સગીરાને લલચાવી-ફોસલાવી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિત સગીરાએ વર્ષ 2022માં થરાદ તાલુકાના ખાનપુર ગામના રહેવાસી ભરત માજીરાણા સામે દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્રિત કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

કોર્ટનો કડક ચુકાદો

દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલેલા આ કેસમાં સરકારી વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનોને આધારે કોર્ટે આરોપી ભરત માજીરાણાને દોષિત જાહેર કર્યો હતો. આરોપીને 20 વર્ષની સખત કેદની સજા. ભોગ બનનાર સગીરાને વળતર પેટે 4 લાખ રૂપિયા ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.આ ચુકાદાને પગલે કાયદાકીય વર્તુળોમાં આ કેસને 'ન્યાયની જીત' તરીકે જોવામાં આવી રહ્યો છે, જે સગીરાના પરિવારે અનુભવેલા સંઘર્ષને અંત લાવે છે.

આ પણ વાંચો: Bhavnagar: અધેલાઈ ગામે SOG પોલીસના દરોડા, નશીલી કફ સિરપના જથ્થા સાથે એકની ધરપકડ

  • Follow us on: