ભાવનગર SOG પોલીસ દ્વારા નશીલા દ્રવ્યોના વેપાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અધેલાઈ ગામમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને પોલીસે કોડિન ફોસ્ફેટ યુક્ત નશીલી કફ સિરપની મોટી ખેપ ઝડપી પાડી છે.
339 બોટલ નશીલી કફ સિરપ સાથે ઝડપાયો
પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે SOGની ટીમે અધેલાઈ ગામે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રવિ મીઠાપરા નામના શખ્સના મકાનમાંથી પ્રતિબંધિત કોડિન યુક્ત કફ સિરપની કુલ 339 બોટલો મળી આવી હતી. પોલીસે રવિ મીઠાપરાની ધરપકડ કરી તેની પાસેથી ૪૭,૩૫૬ રૂપિયાની કફ સિરપ અને ૨૫,૦૦૦ રૂપિયાનો મોબાઈલ એમ કુલ 72,356 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.










