બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ મથકની હદમાં એક માસૂમ બાળકીની છેડતીની ઘટના સામે આવતા પંથકમાં રોષની લાગણી ફેલાઈ છે. ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા એક શ્રમિક પરિવારની માત્ર 10 વર્ષની દીકરી પર તબેલાના માલિકે દાનત બગાડી હોવાની હકીકત સામે આવી છે.
કાંકરેજમાં બાળકીની છેડતી
મળતી વિગતો મુજબ, ભોગ બનનાર બાળકીનો પરિવાર જે ખેતરમાં ભાગીયા તરીકે મજૂરી કામ કરે છે, તે જ ખેતરમાં આવેલા તબેલાના માલિક હેમરાજ ચૌધરીએ બાળકીને એકલી જોઈને તેની સાથે અડપલાં કર્યા હતા. આધેડ વયના આ શખ્સે બાળકીની મજબૂરી અને એકલતાનો ગેરલાભ ઉઠાવીને તેની છેડતી કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
