ગુજરાત રાજ્ય સરકારે લગ્ન નોંધણી (Marriage Registration) ના નિયમોમાં સુધારો કરવા માટેનું મહત્ત્વનું નોટિફિકેશન જાહેર કર્યું છે. ગઈકાલે વિધાનસભામાં આ અંગેના ડ્રાફ્ટ નિયમો રજૂ કર્યા બાદ આજે સરકારે સત્તાવાર રીતે પ્રક્રિયા આગળ ધપાવી છે. આ નવા નિયમોનો હેતુ લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવાનો છે.
વાંધા અને સૂચનો માટે સમયમર્યાદા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ નોટિફિકેશન મુજબ, સૂચિત નિયમો અંગે સામાન્ય જનતા કે સંસ્થાઓ પોતાના વાંધા અથવા સૂચનો 1 મહિના સુધીમાં સરકારને મોકલી શકશે. લોકોના પ્રતિભાવો મેળવ્યા બાદ, જરૂરી જણાય તો ફેરફાર કરીને આ નિયમોનો અમલ રાજ્યભરમાં કરવામાં આવશે.
નવા નિયમોની જરૂરિયાત
વિધાનસભામાં રજૂ થયેલા ડ્રાફ્ટ મુજબ, ખાસ કરીને પ્રેમ લગ્ન અથવા ભાગીને કરેલા લગ્નોમાં માતા-પિતાની સંમતિ અથવા સાક્ષીઓની હાજરી જેવા મુદ્દાઓ પર સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. સામાજિક વિવાદો ઘટાડવા અને છેતરપિંડી રોકવા માટે લગ્ન નોંધણીના કાયદાને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે.
આગળની પ્રક્રિયા
1 મહિનાના સમયગાળા દરમિયાન આવેલા તમામ સૂચનોનું સરકાર સ્કેનિંગ કરશે.ત્યારબાદ આખરી નિયમો બનાવીને તેનું અમલીકરણ કરવામાં આવશે.આ નવા નિયમો અમલમાં આવતા જ જૂની પદ્ધતિઓમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.ગુજરાતમાં લગ્ન નોંધણીના કાયદામાં થનારા આ ફેરફારો સામાજિક માળખા પર મોટી અસર પાડશે તેમ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Surat: રાંદેર લૂંટ કેસમાં આરોપીઓ શહેર બહાર ભાગતા CCTVમાં કેદ, ગેંગની શોધખોળ તેજ