બનાસકાંઠા જિલ્લાના સરહદી અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ હાઇવે અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ બનતા હાઇવે પરથી પસાર થતા ચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. માર્ગ અકસ્માતની આ બંને ઘટનાઓમાં વાહનોને ભારે નુકસાન થયું છે, પરંતુ સદભાગ્યે કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી.

 કાર અને ટ્રક વચ્ચે ટક્કર

મળતી માહિતી મુજબ, પ્રથમ અકસ્માત ઇકબાલગઢ નજીક આવેલી દર્શન હોટલ પાસે નેશનલ હાઇવે પર સર્જાયો હતો. અહીં હાઇવે પર આગળ જઈ રહેલા એક વાહને અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી કાર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અચાનક લાગેલી બ્રેકના કારણે પાછળના વાહનો નિયંત્રિત ન થઈ શકતા આ ઘટના ઘટી હતી.

 કાર ડિવાઇડર પર ચડી ગઈ

જ્યારે બીજી ઘટના ગંગાસાગર રોડ પર પ્રકાશમાં આવી હતી. રાત્રિના સમયે એક કાર ચાલકે પોતાના વાહનના સ્ટેયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતા જ પૂરપાટ ઝડપે જતી કાર રોડની વચ્ચે આવેલા ડિવાઇડર પર ચડી ગઈ હતી અને ફસાઈ ગઈ હતી.

 આ પણ વાંચો: Valsad: કૈલાસ રોડ પર બેફામ કારે 4 વાહનોને લીધા અડફેટે, અકસ્માત સર્જી ચાલક ઘરમાં છુપાયો