વડગામમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દારૂ અને ડ્રગ્સના મુદ્દે કડક વલણ વ્યક્ત કર્યું. સંઘવીએ જીજ્ઞેશ મેવાણીનું નામ લીધા વગર આ મુદ્દે પરોક્ષ રીતે નિશાન સાધ્યું અને ગુજરાત પોલીસ તમામ પ્રકારના દૂષણો સામે લડવા મક્કમ હોવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો
દેશમાં સૌથી વધુ ડ્રગ્સ કોઈએ પકડ્યું હોય તો એ ગુજરાત પોલીસ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાત પોલીસ તમામ પ્રકારના દુષણો સામે લડવા માટે મક્કમ છે. જો દેશમાં સૌથી વધુ ડ્રગ્સ કોઈએ પકડ્યું હોય તો એ ગુજરાત પોલીસ જ છે.
રાષ્ટ્રવ્યાપી સ્તરે ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો
તેઓએ જણાવ્યુ કે ગુજરાત પોલીસે માત્ર રાજ્યની અંદર જ નહીં, પરંતુ રાષ્ટ્રવ્યાપી સ્તરે ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બંગાળના પોર્ટથી લઈને મહારાષ્ટ્ર અને પંજાબની જેલોમાંથી ચાલતા ડ્રગ્સના નેટવર્કને તોડી મજબૂત પગલાં લેવામાં આવ્યા છે. આ કામગીરીમાં ગુજરાત ATS અને સ્થાનિક પોલીસની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
ડ્રગ્સના કાદવમાં ફસાયેલા યુવાઓની સુરક્ષા
હર્ષ સંઘવીએ કહ્યું કે ડ્રગ્સ વેચનારાઓ વિરુદ્ધ પગલાં ફક્ત આરંભ છે. આ લડાઈ ફક્ત વેચનારાઓ સુધી મર્યાદિત નથી. જે યુવાનો આ દલદલમાં ફસાયા છે, તેમને બહાર કાઢવા માટે પણ પોલીસ અને સરકાર સતત પ્રયાસ કરી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું
આ લડાઇ અવિરત ચાલશે
તેઓએ ઉમેર્યું કે આ લડાઇ અવિરત ચાલશે અને તમામ સમાજને સાથે લઇને સામાજીક રીતે ચાલશે. આજે કોઈનું બાળક શિકાર બન્યું છે તો કાલે કોઈ બીજાનું બનશે. આ મુદ્દે પોલીસની સંપૂર્ણ જવાબદારી છે અને તે મજબૂતાઈથી કામ કરી રહી છે અને આગળ પણ કરશે.
આ પણ વાંચો--- Bhavnagar : ઇન્ટરનેશનલ સાયબર રેકેટના તાર ઇન્ડસઇન્ડ બેંક સુધી પહોંચ્યા, વધુ 130 શંકાસ્પદ ખાતા મળ્યા