બારડોલી ગ્રામ્ય વિસ્તારમાં લૂંટારુઓ અને તસ્કરોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. બારડોલીના રુવા ગામે ધોળે દિવસે કુરિયર બોયના સ્વાંગમાં આવેલા એક લૂંટારુએ આધેડને ચપ્પુ બતાવી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આધેડને ચપ્પુ બતાવી લૂંટનો પ્રયાસ
બપોરના સમયે જ્યારે ગામમાં શાંતિ હોય છે, ત્યારે એક અજાણ્યો શખ્સ કુરિયર આપવાના બહાને એક ઘર પાસે પહોંચ્યો હતો. ઘરમાં પ્રવેશીને આ શખ્સે ત્યાં હાજર આધેડને ચપ્પુ બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આધેડે ગભરાવાને બદલે હિંમત દાખવી લૂંટારુને જોરદાર ધક્કો માર્યો હતો અને તેનો પ્રતિકાર કર્યો હતો.
