બારડોલીમાં મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. બારડોલીના તેન ગામમાં આવેલી એક રેસીડેન્સીમાં ગેસ લીકેજ બાદ સિલિન્ડર બ્લાસ્ટ થતા લાગેલી આગમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે.
બારડોલીમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ
બારડોલીના તેન ગામે આવેલ રત્ન કળશ રેસીડેન્સીના ફ્લેટ નંબર 104માં મોડી રાત્રે અચાનક ગેસ લીકેજ થયો હતો. લીકેજ થયાના થોડા જ સમયમાં ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટ્યો હતો. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે ફ્લેટમાં રહેતા 80 વર્ષીય અરુણભાઈ મિસ્ત્રી તેની ચપેટમાં આવી ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
