હાલમાં સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણને લઈને સમાજમાં જ વિવાદ ચાલી રહ્યો છે. ડીજેના નિયમનો ભંગ થતાં સમાજના આગેવાનો દ્વારા બે કલાકારો અને એક પૂર્વ સરપંચ સામે એક્શન લેવાયા છે. ત્યારે મહેસાણાના બેચરાજીમાં ઠાકોર સમાજના નિયમો જાહેર થયાં છે. તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજે નવું બંધારણ જાહેર કર્યું છે. સમાજમાં હવે અલગ અલગ બાબતો પર નવા નિયમો સામે આવી રહ્યાં છે.


દંડની રકમમાંથી 25 હજાર સમાજમાં જમા કરાવવાના રહેશે

મહેસાણાના બેચરાજીમાં ઠાકોર સમાજ દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજે નવું બંધારણ જાહેર કર્યું છે. ઠાકોર સમાજે બનાવેલા નિર્ણય તોડનારને દંડવામાં આવશે. બંધારણનો ભંગ કરનારને 51 હજારનો દંડ, જ્યારે નિયમો તોડનારને સમાજ બહાર કરવા સુધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. છૂટાછેડાના કિસ્સામાં કસૂરવાર પક્ષને પાંચ લાખનો દંડ ફટકારાયો છે. દંડની રકમમાંથી 25 હજાર રૂપિયા સમાજમાં જમા કરાવવાના રહેશે.


આ પણ વાંચોઃ Ahmedabad, : ઇસનપુરમાં આગની ઘટના, મોની હોટલ પાસે કેમિકલના ગોડાઉનમાં આગ


  • Follow us on: