ભરૂચ જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જીઆઈડીસીમાં આવેલી તુષાર ટ્રાન્સ એક્યુટમેન્ટ પ્રા. લિ. નામની કંપનીમાં આગની ઘટના બનતા કામદારો અને આસપાસની કંપનીઓમાં અફરાતફરી સર્જાઈ હતી.


ફાયર ફાઈટરોની ત્વરિત કામગીરી

આગ લાગ્યાની જાણ થતા જ ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમ તેમજ GNFC ની ફાયર ફાઈટરોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની જ્વાળાઓ વધુ પ્રસરે તે પહેલાં જ ફાયર વિભાગના જવાનોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.

મોટી જાનહાનિ ટળી

રાહતની વાત એ છે કે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જ જાનહાનિના સમાચાર નથી. કંપનીમાં હાજર તમામ કર્મચારીઓ સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. જોકે, આગને કારણે કંપનીમાં રહેલા મશીનરી અને માલ-સામાનને નુકસાન થયું હોવાની આશંકા છે.

આ પણ વાંચો: Ahmedabd: પાસાનો ગુનેગાર બેફામ! વસ્ત્રાલમાં ડેકોરેટર્સની દુકાનમાં તોડફોડ કરી


  • Follow us on: