ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે. ઝઘડિયા GIDC પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલી બે ફરિયાદો બાદ હવે ભરૂચની કોર્ટે તેમને હાજર થવા માટે નોટિસ ફટકારી છે. આ નોટિસ જુલાઈ 2024માં પોલીસ તંત્ર વિરૂદ્ધ કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન અને ત્યારબાદ નોંધાયેલી બદનક્ષીની ફરિયાદના સંદર્ભમાં આપવામાં આવી છે.


શું હતો સમગ્ર વિવાદ?

ચૈતર વસાવાએ 'INDIA ગઠબંધન'ની ઓફિસે એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત પોલીસ દારૂ વેચે છે. આ નિવેદન દ્વારા પોલીસ તંત્રની છબી ખરડાવવાનો પ્રયાસ થયો હોવાનું માની ભરૂચના તત્કાલીન SP મયુર ચાવડાએ રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટના આધારે મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

કોર્ટની કાર્યવાહી

ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન જોશીએ આ મામલે ગંભીરતા દાખવી છે. સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને 23 જૂનના રોજ કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહેવા માટે નોટિસ જાહેર કરી છે. અગાઉ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદો વચ્ચે હવે કોર્ટના આ તેડાથી ચૈતર વસાવા માટે કાનૂની લડાઈ વધુ તેજ બની છે.


આ પણ વાંચો - Bharuch: આમોદના કેરવાડા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવકનું મોત, પરિવારનો આધાર છીનવાતા ગામમાં માતમ


  • Follow us on: