ભરૂચના ઔદ્યોગિક વિસ્તાર ઝઘડિયા GIDCમાં પર્યાવરણ અને પશુઓના જીવ સાથે ચેડાં કરતી ચોંકાવનારી ઘટના બની છે. GIDCની ખુલ્લી જગ્યામાં કંપનીઓ દ્વારા છોડવામાં આવેલા ઝેરી કેમિકલયુક્ત પાણીને પીવાથી 9 જેટલી ગીર ગાયોના મોત નીપજ્યા છે. આ ઘટનાએ ઉદ્યોગોની બેદરકારી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા છે.
ઝેરી કેમિકલયુક્ત પાણીને પીવાથી ગાયોના મોત
મળતી માહિતી મુજબ, ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી સર્જન કેમિકલ અને રંગ કેમિકલ નામની કંપનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત દૂષિત પાણી ખુલ્લામાં છોડવામાં આવ્યું હતું. પશુપાલકની ગાયો ચરવા માટે નીકળી હતી ત્યારે આ ઝેરી પાણી પી જવાથી એકસાથે 9 કિંમતી ગીર ગાયોના ટપોટપ મોત થયા હતા.










