ભરૂચ જિલ્લાના ઝઘડિયા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી 956 ગેસ સિલિન્ડર ગાયબ થઈ ગયાની ફરિયાદ સામે આવી છે. એજન્સી માલિકે જણાવ્યું છે કે સ્ટોક કીપરે દ્વારા સિલિન્ડરોનો ગેરવહીવટ કરવામાં આવ્યો અને કુલ 17.57 લાખનું કૌભાંડ કર્યું છે.
માલિકે સ્ટોક કીપર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
માહિતી અનુસાર, સિલિન્ડરોના ખોટ અને નાણાકીય કૌભાંડની જાણ થતા એજન્સી માલિકે સ્ટોક કીપર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇરાન ઇઝરાયેલ વચ્ચેવના યુદ્ધના સમયમાં ગેસ પુરવઠો ખોરવાતા હાલ અફરાતફરીનો માહોલ છે. જેનો લાભ ઉઠાવી સ્ટોક કિપરે આ કૌંભાડ આચર્યું છે.
