સરકારી શાળામાં શ્રેષ્ઠ શિક્ષણની વાતો કરતી સરકારના દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, એક શાળામાં બાળકો શાળાના સમય દરમિયાન કડિયા કામ કરી રહ્યા છે. આ સમગ્ર કામગીરીનું સુપરવિઝન એક શિક્ષક દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું પણ વીડિયોમાં જોઈ શકાય છે. બાળકો પાસે ક્ષમતા કરતા વધુ કામ કરાવવાનો અને શાળામાં શિક્ષણ સમયે આવી રીતે કડિયા કામ કરાવતા વાલીઓ અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
ભરૂચની દયાદરા પ્રાથમિક શાળાનો વીડિયો થયો વાયરલ
ઘટનાની મળતી મહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાં આવેલા દયાદરા ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે મજૂરી કરાવતા હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવતા શિક્ષણ બેડામાં ચકચાર મચી જવા પામી છે. સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.













