ભરૂચ જિલ્લામાં સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની મળતી વિગતો અનુસાર, અંકલેશ્વર નજીક NH 48 પર આ અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઇડમાં એક સ્કૂટર ટ્રક સાથે ટકરાઈ હતી, જે કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.


પોલીસે યુવકના મૃતદેહને પોર્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો 

રોંગ સાઈડમાં વાહન ચલાવવાની ભૂલના કારણે આ સ્કૂટર ચાલકે જીવ ગુમાવ્યો છે. આ સાથે આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે યુવકના મૃતદેહને પોર્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Dhrangadhra: સુરેન્દ્રનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, કાર પુલ પરથી નીચે ખાબકતાં માતા-પુત્ર ગંભીર



  • Follow us on: