ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વાડિયા ગામની સીમમાંથી આજે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ રાણીપુરા ગામના અમરસંગભાઈ વસાવાનો હોવાનું સામે આવ્યું છે, જેઓ છેલ્લા કેટલાક દિવસોથી પોતાના ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા.
વાડિયા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો
વાડિયા ગામની સીમમાં પસાર થતા લોકોએ એક શંકાસ્પદ લાશ જોઈ હતી, જે અંગેની જાણ ગ્રામજનો અને પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ આમોદ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ રાણીપુરા ગામના અમરસંગભાઈ વસાવા તરીકે થઈ હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા કેટલાક દિવસોથી લાપતા હતા અને તેમની શોધખોળ ચાલી રહી હતી.
