ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વન્ય જીવોના રહેણાંક વિસ્તાર તરફના આક્રમણની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં વાગરાના વિલાયત અને અરગામ ગામની સીમમાં એક દીપડો લટાર મારતો જોવા મળતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એક જાગૃત ખેડૂતે આ દીપડાને પોતાના કેમેરામાં કેદ કર્યો છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સોલર પ્લાન્ટ પાસે જોવા મળ્યો દીપડો

પ્રાપ્ત માહિતી અનુસાર, વિલાયત ગામની સીમમાં આવેલા સોલર પ્લાન્ટની નજીક દીપડો ખુલ્લેઆમ ફરતો જોવા મળ્યો હતો. ખેડૂતે પોતાના જીવનું જોખમ ખેડીને આ શિકારી પ્રાણીનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં દીપડો ખેતરોની વચ્ચે આરામથી ફરતો દેખાઈ રહ્યો છે, જે સૂચવે છે કે આ વિસ્તારમાં હવે હિંસક પ્રાણીઓનો વસવાટ વધી રહ્યો છે. સ્થાનિક જનતા અને અગ્રણીઓએ વન વિભાગ સમક્ષ માગ કરી છે કે વહેલી તકે આ વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવે અને દીપડાને પાંજરે પૂરી સલામત સ્થળે ખસેડવામાં આવે.

આ પણ વાંચો:Ahmedabad: અખબારનગર અંડરપાસમાં બે કાર વચ્ચે ટક્કર, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

  • Follow us on: