ભાવનગર શહેરમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. ભાવનગરના આડોડીયા વાસ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના કાળા કારોબાર પર Dysp સ્ક્વોડ અને ઘોઘારોડ પોલીસની ટીમે સંયુક્ત રીતે તવાઈ બોલાવી છે. પોલીસના આ ઓપરેશનથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


રેડની વિગત

મળતી માહિતી અનુસાર, ભાવનગરના આડોડીયા વાસમાં દેશી દારૂનું વેચાણ અને ઉત્પાદન થતું હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે Dysp સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમોએ વિશાળ કાફલા સાથે આ વિસ્તારમાં આકસ્મિક રેડ કરી હતી. પોલીસે ગલીએ-ગલીએ અને શંકાસ્પદ સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

મુદ્દામાલનો નાશ

આ રેડ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. સ્થળ પરથી આશરે 1500 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો, જેનો પોલીસે સ્થળ પર જ નાશ કર્યો છે. આ ઉપરાંત વેચાણ માટે તૈયાર રખાયેલો 10 લીટર દેશી દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની આ આક્રમક કાર્યવાહીને પગલે દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

બુટલેગરોમાં ફફડાટ

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસનો મોટો કાફલો જોઈને અનેક બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે, તેવી શક્યતા છે. ગુનાખોરી ડામવા અને નશાબંધીનો અમલ કરાવવા માટે લેવાયેલા આ પગલાની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે.


આ પણ વાંચો - Bhavnagar પોલીસે દારૂની હેરાફેરી અને અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલા 4 શખ્સોને કરાયા જેલભેગા



  • Follow us on: