પાલિતાણા તાલુકામાં એક માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ અકસ્માત સોનપરી ગામ નજીક સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, દકાના ગામનો એક યુવક પોતાની બાઇક પર જઈ રહ્યો હતો. સોનપરી ગામ નજીક અચાનક બાઇકચાલકે કોઈ કારણોસર વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને યુવક રોડ પર પટકાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.


દકાના ગામમાં શોક

બનાવની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પાલિતાણા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકના મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. દકાના ગામના યુવકના આકસ્મિક મોતથી તેના પરિવારમાં અને ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે, અને આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : Mehsana News : ખેરાલુના વિઠાડોમાં યુવકો વચ્ચેનો ઝઘડો છરીના ઘા સુધી પહોંચ્યો, બે ઈજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડાયા 

  • Follow us on: