શહેરના હાર્દ સમાન ગણાતા મેઘાણી સર્કલ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. જાહેરાત માટે લગાવવામાં આવેલું એક વિશાળ હોર્ડિંગ અચાનક તૂટી પડતા રસ્તા પરથી પસાર થતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


મેઘાણી સર્કલ પર હોર્ડિંગ તૂટી પડ્યું

મળતી માહિતી મુજબ, મેઘાણી સર્કલ પાસેના રોડ પર એક મહાકાય હોર્ડિંગ લગાવેલું હતું. આ દરમિયાન એક ખાનગી વાહનના ચાલકે હોર્ડિંગના સ્ટ્રક્ચર સાથે ટક્કર મારી હતી. વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે હોર્ડિંગનો પાયો નબળો પડ્યો હતો અને આખું હોર્ડિંગ કકડભૂસ થઈને નીચે ખાબક્યું હતું.

વાહનની ટક્કરથી સર્જાઈ દુર્ઘટના

મેઘાણી સર્કલ એ ભાવનગરનો ખૂબ જ ટ્રાફિક ધરાવતો વિસ્તાર છે. જે સમયે હોર્ડિંગ પડ્યું તે સમયે આસપાસથી વાહનો પસાર થઈ રહ્યા હતા, પરંતુ સદનસીબે હોર્ડિંગ કોઈ વાહન કે વ્યક્તિ પર ન પડતા મોટો અકસ્માત ટળ્યો હતો. જો આ હોર્ડિંગ ભરચક ટ્રાફિકમાં પડ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

આ પણ વાંચો: ડિલિવરી બોય બનીને આવ્યો અને સોનાની ચેઇન ઝૂંટવી ગયો, પાર્સલ ખોલ્યું તો અંદરથી નીકળ્યું બુંદીનું પેકેટ!



  • Follow us on: