ભાવનગરમાં એક ટ્રક અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈકચાલકનું મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. એક જ મહિનામાં આવી બીજી ઘટના નોંધાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે સ્થાનિકો બેફામ ચાલતા ટ્રક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.


બાઇકચાલકનું ઘટના સ્થળે જ મોત

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના જોગીવાડની ટાંકી વિસ્તારમાં બાઈકચાલકને એક ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવી હતી, જે કારણે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અડફેટે આવી જતા બાઇકચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આવા અકસ્માતની એક માસમાં બીજી ઘટનાથી નોંધાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

બેફામ ટ્રકચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ

ભાવનગર શહેરના જોગીવાડની ટાંકી વિસ્તારમાં બનેલા અકસ્માતમાં ભગા તળાવ વિસ્તારમાં રહેતો શ્રમિક મોતને ભેટ્યો છે. આ શ્રમિક નોકરી પર જઈ રહ્યો હતો, તે દરમિયાન તેને અકસ્માત નડ્યો હતો. આ બનાવને લઇ લોકોના ટોળાં મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. છેલ્લા એક મહિનામાં જોગીવાડની ટાંકી વિસ્તારમાં ટ્રક દ્વારા અકસ્માતની આ બીજી ઘટના છે. જે કારણે લોકો બેફામ ટ્રકચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.


આ પણ વાંચો - Bhavnagar News: ખુદ પોલીસ કર્મી જ બન્યો સાયબર ફ્રોડનો શિકાર, મોબાઈલ હેક કરી ગઠિયાએ 1.10 લાખ ઉપાડી લીધા


  • Follow us on: