ભાવનગરના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામમાં પોલીસ અને એક યુવક વચ્ચે મારામારી થઈ હતી. રોડ પરથી ઢોરને દૂર કરવાનું કહેતા જ એક શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને GRD જવાન પર હુમલો કર્યો હતો. પોલીસે માલધારી યુવક સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરી છે.


માલધારી યુવક સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ

ભાવનગરના મહુવામાં મોટા ખૂંટવડા ગામમાં રોડ પરથી ઢોર ખસેડવા મુદ્દે પોલીસ અને એક યુવક વચ્ચે મારામારી થઈ હતી. આ હુમલો અટકાવવા વચ્ચે પડેલા PSI રાજેશ યાદવ પર પણ શખ્સે હુમલો કર્યો હતો. આ ઘટનામાં PSI સહિત GRD જવાનને ઈજાઓ પહોંચતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: પોલીસની તપાસમાં NRI ટાવરના CCTV બંધ હોવાનો ખુલાસો, બીજી જાન્યુઆરીથી DVRમાં રેકોર્ડિંગ બંધ હતું


  • Follow us on: