પહેલી એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ કાર્યરત થશે અને સત્તાધીશોએ ખેડૂતો વેપારીઓને સૂચના આપી દીધી છે, આ દિવસોમાં કોઈ પણ હરાજી કરવામાં આવશે નહી. અનાજ, કઠોળ, તેલીબિયા, કપાસ અને ડુંગળી સિવાયની જાહેર હરાજી બંધ રહેશે, યાર્ડના સત્તાધીશોએ ખેડૂતો, વેપારીઓ અને વાહન માલિકોને કરી જાણ.
ભાવનગર માર્કેટિંગ યાર્ડ 6 દિવસ રહેશે બંધ
26 માર્ચથી લઈ 31 માર્ચ સુધી ભાવનગર માર્કેટિંગ યાર્ડ 6 દિવસ બંધ રહેશે અને અનાજ-કઠળો સહિતની હરાજીનું કામ બંધ રહેશે તેવી વાત સામે આવી છે, ખેડૂતો 1 એપ્રિલથી રાબેતા મુજબ માલ માર્કેટિંગ યાર્ડમાં લાવી શકશે, માર્કેટીંગ યાર્ડ ભાવનગર-ઘોઘામાં હાલ નવા ઘઉંની આવક શરૂ થવા પામી છે અને રોજીંદી ત્રણ હજાર ગુણી આવી રહી છે. તો આ સાથે ધાણાની એક હજાર ગુણી, ડુંગળીની આઠથી નવ હજાર ગુણીની આવક જોવા મળે છે.
