આ કાર્યક્રમ રાજ્યકક્ષાના કાયદા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. નવનિર્મિત ‘ચેરિટી ભવન’થી ચેરિટી કમિશનર કચેરી અને જાહેર ટ્રસ્ટોની નોંધણી સંબંધિત કામગીરી વધુ સુવિધાસભર અને સુવ્યવસ્થિત બનશે.
અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ કચેરી ખાતે નાયબ ચેરિટી કમિશ્નર અધિકારીની ચેમ્બેર, કોર્ટ રૂમ, સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ, બાર રૂમ સહિતની સુવિધાઓ હશે.આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, ધારાસભ્ય સર્વે સેજલબેન પંડયા, શિવાભાઈ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આગેવાન કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.













