ગુજરાતમાં કરચોરી કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં GST વિભાગનું સર્ચ ઓપરેશન સામે આવ્યું છે. આંબા ચોકમાં આવેલા પરફ્યુમના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. GST વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થતાં જ અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.
વેપારીઓના નિવાસ સ્થાને પણ તપાસ
ભાવનગર શહેરમાં આંબાચોક વિસ્તારમાં આવેલા પરફ્યુમના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતાં. પરફ્યુમના વિક્રેતાને ત્યાં જીએસટીની ટીમ ત્રાટકી હતી. શિશુવિહાર ખાતે વેપારીઓના નિવાસ સ્થાને પણ તપાસ કરાઈ હતી. દરોડાના કારણે શહેરના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
