અમદાવાદમાં ગઈકાલે સોમવારે હૈદરાબાદની EDની ટીમ દ્વારા અમેરિકન નાગરિકોને છેતરવા ગેરકાયદે ચાલી રહેલા કોલ સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ED દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેલવેના પૂર્વ એન્જિનિયર સામે EDએ સપાટો બોલાવ્યો છે. વેદપ્રકાશ અને પત્નીની મિલકતો જપ્ત કરાઈ છે. EDએ 1.58 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.


સીબીઆઈની ફરિયાદ બાદ ઈડીએ તપાસ હાથ ધરી

અમદાવાદમાં રેલવેના પૂર્વ એન્જિનિયર સામે સીબીઆઈની ફરિયાદ બાદ ઈડીએ તપાસ હાથ ધરી છે. પૂર્વ એન્જિનિયર વેદપ્રકાશ અને તેમની પત્નીની મિલકતો જપ્ત કરવામાં આવી છે. તપાસમાં નાણાંનો અંગત ઉપયોગ થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. બે રહેણાંક ફ્લેટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. દૈનિક ખર્ચામાં કૌભાંડના નાણાં વપરાયા છે. આ કેસમાં હવે પીએમએલએ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

FD અને બેન્ક બેલેન્સને કામચલાઉ રીતે જપ્ત કર્યુ

EDએ 1.58 કરોડની FD અને બેન્ક બેલેન્સને કામચલાઉ રીતે જપ્ત કર્યુ છે. અગાઉ સીબીઆઈ જબલપુરમાં અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. ACB અને CBIની ફરિયાદના આધારે EDએ સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે. ભ્રષ્ટાચાર થકી મેળવેલી બિનહિસાબી રકમનો ઉપયોગ દૈનિક ખર્ચા માટે કરવામા આવતો હતો. ગુનાની રકમનો એક ભાગ પરિવારના સભ્યોના બેંક ખાતામા જમા કરાયો હતો.


આ પણ વાંચોઃ Junagadh News: ST નિગમ ભવનાથમાં મહાશિવરાત્રી મેળા માટે 7800 ટ્રીપોનું સંચાલન કરશે, 195 બસો દોડાવશે


  • Follow us on: