અમદાવાદમાં રફતારના રાક્ષસ તથ્ય પટેલ દ્વારા નિર્દોષ લોકો પર જેગુઆર કાર ચડાવને સર્જેલા અકસ્માત કેસમાં આજે સુનાવણી યોજાઈ હતી. જેમાં આરોપી તથ્ય સામે વધુ એક સાક્ષીએ કોર્ટમાં જુબાની આપી હતી. તેણે તથ્યની કાર સ્પીડમાં હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કારના બોનેટ પર લોકોને ઘસડીને કાર હંકારી હોવાની પણ રજૂઆત કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં સાતથી વધુ સાક્ષીઓએ જુબાની આપી છે. તથ્યના પિતાએ ઘટના સ્થળે કરેલી બબાલ અંગે પણ જુબાની આપવામાં આવી છે.


કોર્ટની કાર્યવાહી પર તમામની નજર મંડાયેલી છે

ગત ડિસેમ્બરમાં આરોપીની ડિસ્ચાર્જ અરજી ઉપર હાઇકોર્ટ તરફથી બે વર્ષે ચુકાદો આવ્યો હતો. IPC 304 અને 308 કલમો દૂર કરવા હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. સાપરાધ મનુષ્ય વધને લગતી કલમોમાં તથ્યને મુક્તિ આપવા હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. આ કલમ અંતર્ગત તથ્યને 10 વર્ષની કેદ થઈ શકે છે. ઇસ્કોન બ્રિજ પર થયેલા આ ભયાનક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા હતા, જેને કારણે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ હતી. કેસને લઈ લોકોમાં ન્યાયની અપેક્ષા સાથે કોર્ટની કાર્યવાહી પર તમામની નજર મંડાયેલી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: રફતારના રાક્ષસ તથ્ય પટેલને હાઈકોર્ટમાંથી ઝટકો, સાપરાધ મનુષ્ય વધને લગતી કલમો દૂર નહીં થાય


  • Follow us on: