ભાવનગરમાં શ્રમિક ડામર જેવા પદાર્થથી દાઝી જવાના કારણે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં શ્રમિક દાઝી જતા ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યાં તેની હાલત સ્થિર છે. આ સમગ્ર દુર્ઘટના કેવી રીતે બની તે તપાસનો વિષય છે.
ઘટનાની વિગતો
ઘટનાની મળતી માહિતી અનુસાર, કામ કરતા સમયે શ્રમિક પર ડામર જેવો પદાર્થ પડ્યો છે. ઇજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. ભાવનગરમાં કામ કરતા શ્રમીકોની સુરક્ષા અંગે રાખવામાં આવતી બેદરકારીની ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં એક શ્રમિક ડામર જેવા પદાર્થથી દાઝી જતા ગંભીર ઇજાઓ પહોંચી છે.













