ભાવનગરમાં 25 થી 30 જેટલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે અને બે ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફરી વળ્યું છે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી છે, સિટી સર્વે નંબર 76/69 ની જગ્યા ઉપર થયેલ દબાણો દૂર કરવામાં આવ્યા છે, 25 થી 30 જેટલા દબાણો તેમજ બે ધાર્મિક સ્થાનો ને પણ દૂર કરવામાં આવ્યા છે.


મનપાની ટીમનો પણ સહયોગ લેવામાં આવ્યો

વર્ષ 2003માં આ સરકારી જમીન ઉપર દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યારબાદ વખતો વખત આ જગ્યા ઉપર ફરી દબાણો કરવામાં આવ્યા હતા, ગેરેજ,ભંગારની દુકાનો અને ધાર્મિક સ્થાનો અને તેની ઓફિસ સહિતના દબાણો દૂર કરાયા છે, પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ વાળી જમીન ખુલ્લી કરવામાં આવી છે, સીટી સરવેની ટિમ તેમજ મામલતદારની ટિમ દ્વારા દબાણ હટાવવામાં આવ્યું છે, દબાણ હટાવવા માટે મનપાની ટીમનો પણ લેવામાં આવ્યો સહયોગ.

ભાવનગરમાં બે દિવસ અગાઉ પણ દબાણ હટાવી 1500 ચો.મી.ની જગ્યા ખુલ્લી કરી

ભાવનગર શહેરમાં વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ, ભાવનગરના અકવાડા નજીકની જગ્યાઓ પર આ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, મનપાના દબાણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, તો મદરેસા અને ફલેટની અંદર રહેતા લોકો માલસામાન સાથે બહાર નીકળ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી હતી.

આ પણ વાંચો : Surat News : સુરતમાં સુરભી ડેરીના નકલી પનીર બાદ ઘી પણ નકલી હોવાનું પુરવાર, રિપોર્ટ આવતા ડેરીના માલિકની ધરપકડ કરાઈ



  • Follow us on: