સુરતની સુરભી ડેરીનું પનીર નકલી હોવાનું બાદ હવે ઘી પણ નકલી હોવાની વાત સામે આવી છે, સુરભી ડેરીના ઘી ના નમૂના અનસેફ અને સબસ્ટાર્ન્ડ છે, ઘી માં ટ્રાન્સફેટ અને એસિડ મળ્યું એટલે ખાઈ શકાય નહિ, આ નકલી ઘી ખાવાથી હાર્ટ એટેકનું જોખમ પણ વધી શકે છે, ગત રોજ પનીર નકલી હોવાનો રિપોર્ટ આવતા પોલીસે સુરભી ડેરીના માલિક શૈલેષ પટેલની ધરપકડ કરાઈ હતી.


[[$googlead]]

સુરભી ડેરી દ્વારા સુરતમાં મોટી માત્રામાં પનીર અને ઘી નું વેચાણ કરવામાં આવે છે

રોજ બેરોકટોક નકલી કહો કે ભેળસેળયુક્ત પનીર બનાવી સુરતીઓના આરોગ્ય સાથે ધરાર ચેડાં કરનારા સુરભી ડેરીના સંચાલકો સામે આખરે પોલીસે કાયદાનો કોરડો વીંઝ્યો છે. પાલિકાની લેબના રિપોર્ટમાં પનીર ભેળસેળયુક્ત હોવાનો ઘટસ્ફોટ થતા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ખટોદરા પોલીસમાં સુરભી ડેરીના બંને સંચાલકો સામે ગુનો નોંધાવ્યો હતો. જે પૈકી શૈલેષ પટેલની ધરપકડ કરી પાઠ ભણાવાયો હતો તો બીજો સંચાલક કૌશિક પટેલ મોબાઇલ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે નકલી પનીર બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો

ગુપ્ત બાતમીના આધારે પોલીસે મોટાપાયે શહેરમાં પનીર સપ્લાય કરતી સુરભી ડેરી ફરતે તપાસ કેન્દ્રિત કરી હતી. પખવાડિયા પહેલાં સુરભી ડેરીના ખટોદરા, સોરઠિયા કમ્પાઉન્ડમાં આવેલી સુરભી ડેરીના ગોડાઉનમાં દરોડા પાડયા હતા. પોલીસે ફૂડ સેફ્ટી ઓફિસરોને સાથે રાખી સપાટો બોલાવ્યો હતો. અહીં પનીરનો શંકાસ્પદ જથ્થો હોવાનું જણાતા માલિક શૈલેષ છગનભાઈ પટેલ પાસેથી પનીરના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેના પૃથ્થકરણ બાદ આવેલા રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ અને પાલિકાની ટીમે ૧.૮૧ લાખની કિંમતનો ૭૫૪.૬૨૧ કિલો પનીરનો જથ્થો સીઝ કર્યો હતો.

[[$alsoread]]

સુરભી ડેરીનું ઘી પણ ખાવા લાયક નહીં હોવાનું પુરવાર

સુરભી ડેરીના નકલી પનીર બાદ ઘી પણ આરોગ્ય માટે જોખમી પૂરવાર થયું છે. પાલિકા દ્વારા સુરભી ડેરીની અડાજણ બ્રાન્ચમાંથી લેવામાં આવેલો ઘીના સેમ્પલ અનસેફ એટલે કે તેને આરોગવાથી લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ થઇ શકે તેવો રિપોર્ટ જાહેર કરાયો હતો. જ્યારે પનીરનો જથ્થો સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયો હતો. ઉપરાંત પૂણાગામની યોગીચોક બ્રાંચમાંથી લેવાયલો અને ઘીનો સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમાને અંજલિ આપી


  • Follow us on: