પીજીવીસીએલ દ્વારા 3 તાલુકામાં ચેકિંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે અને PGVCLના 125થી કર્મચારીઓની કાફલા સાથે કામગીરી દરોડામાં 89 ગ્રાહકો વીજચોરી કરતા રંગેહાથ ઝડપ્યા છે, PGVCLના દરોડાના પગલે વીજચોરી કરતામાં ફફટાડ વ્યાપ્યો છે, છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં ડ્રાઈવ કરવામાં આવી છે.
પાલીતાણા ડિવિઝનમાં PGVCLની મેગા ડ્રાઈવ
ખોટી રીતે વીજ કનેકશન લઈને વીજની ચોરી કરતા લોકો સામે પીજીવીસીએલની મેગા ડ્રાઈવ સામે આવી છે, ડ્રાઈવમાં વીજચોરોને રૂ.38.67 લાખનો દંડ ફટકાર્યો છે અને ગેરકાયદે જોડાણ કટ કર્યા છે, પાલીતાણા, ગારિયાધાર અને તળાજા તાલુકામાં આ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ત્રણ તાલુકામાં ચેકિંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે, PGVCLના 125થી કર્મચારીઓના કાફલા સાથે કામગીરી કરવામાં આવી હતી.













