કોન્ટ્રાકટરે સેફ્ટી આપ્યા વિના ટાંકીમાં ઉતાર્યા હતા અને ટાંકીમાં ગૂંગળામણથી 4 શ્રમિકો થયા હતા બેભાન અને સારવાર દરમિયાન 4 શ્રમિકોના થયા છે મોત અને અન્ય એક શ્રમિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આજે વહેલી સવારે ચોથા શ્રમિકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.


ટાંકીમાંથી પહેલા ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું

પાપ્ત માહિતી અનુસાર મૂળ બિહાર રોહતાસના વતની અને હાલ પાંડેસરા ગણેશનગર વિસ્તારમાં રહેતા ૨૩ વર્ષીય સોનુકુમાર ઉર્ફે ધનર્જય કમલેશ પાસવાન, દિનુકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન (ઉ. વ.૨૦), મહેન્દ્ર મેસર પાસવાન અને સંદીપ સંતોષ પાસવાન ગુરૂવારે રાત્રે પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ ન્યુ પારસ ડાઈગ મિલમાં કેમિકલની ટાંકી સાફ કરવા માટે ગયા હતા. આ કામ માટે તેમને કોન્ટ્રાક્ટ હેઠળ બહારથી બોલાવવામાં આવ્યા હતા. મિલમાં આવેલી કેમિકલની ટાંકીમાંથી પહેલા ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.

2 શ્રમિકોના સારવાર દરમિયાન મોત થયા હતા

ત્યારબાદ ટાંકીમાં જમા થયેલો કચરો સાફ કરવા માટે ચારેય શ્રમિક વારાફરતી ટાંકીમાં ઉતયાં હતા. આ દરમિયાન ટાંકીમાં રહેલી ગેસની પાઈપમાંથી અચાનક કેમિકલનો ગેસ લીકેજ શરૂ થતા ટાંકીની અંદર ગેસ ફેલાઈ ગયો હતો. ગેસના પ્રભાવને કારણે ચારેય શ્રમિકને ગૂંગળામણ થવા લાગી હતી અને થોડા જ સમયમાં તેઓ ટાંકીની અંકર બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા મિલના મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જહેમત બાદ ચારેય શ્રમિકને ટાંકીમાંથી બહાર કાઢયા હતા.

કોન્ટ્રાક્ટ હેઠળ બહારથી કેમિકલની ટાંકી સાફ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા

સોનુકુમાર ઉર્ફે ધનર્જયનું ગુરૂવારે મોડી રાત્રે જ મોત થયું હતું. ત્યારબાદ શુક્રવારે સવારે દિનુંકુમાર ઉર્ફે અંકિત રવિન્દ્રનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જયારે શુક્રવારે સાંજે સંદીપનું પણ ડીંડોલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જયારે મહેન્દ્ર હાલ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, આ બનાવ અંગે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી ત્રણેષ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ચારેય યુવક કંપનીના કર્મચારી નહતા. તેમને કોન્ટ્રાક્ટ હેઠળ બહારથી કેમિકલની ટાંકી સાફ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને ગેસ લીકેજ કેવી રીતે થયો તેમજ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી હતી કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : Botad News : સાંસદ નિમુબેન બાંભણિયાએ અધિકારીઓને માળખાકીય સુવિધાઓ સહિતના મુદ્દે જરૂરી દિશાનિર્દેશ આપ્યા



  • Follow us on: