આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ ખેલ મહોત્સવ થકી આજે શહેર, જિલ્લા અને અંતરિયાળ વિસ્તારના યુવાઓની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે.
1.78 લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવીને રમતક્ષેત્રે અભૂતપૂર્વ રસ દાખવ્યો છે
તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતાં દિવ્યાંગ ખેલાડીઓમાં રહેલી કુશળતા, કૌવતને બહાર લાવવા માટે સાંસદ ખેલ મહોત્સવ ખુબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે, વિવિધ રમતો થકી દરેક ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના વિકસી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધા દરમિયાન કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા અને મેયર ભરતભાઈ બારડે ભૂલાતી જતી નારગેલ જેવી રમતો રમીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા.













