ભાવનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી અટકાવવા માટે PGVCL અને GUVNL દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. શહેરના ચિત્રા વિસ્તારથી લઈને તાલુકાના અનેક ગામોમાં હાથ ધરવામાં આવેલા આ સઘન ચેકિંગમાં મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે, જેનાથી વીજચોરોમાં ભારે દોડધામ મચી ગઈ છે.
PGVCLની 36 ટીમો દ્વારા તપાસનો ધમધમાટ
ભાવનગર સીટી-2 ડિવિઝન દ્વારા કુલ 36 જેટલી ટીમોનું ગઠન કરીને આ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે ચિત્રા, અકવાડા, હાથબ, ખડસલીયા, ભડી, સરતાનપર અને કરેડા જેવા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ટીમોએ કુલ 567 વીજ મીટરોની ઝીણવટભરી તપાસ કરી હતી, જેમાં 518 રહેણાંક કનેક્શન,14 ખેતીવાડી કનેક્શન, 35 વાણિજ્યિક (કોમર્શિયલ) કનેક્શન નો સમાવેશ થાય છે.










