ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે શંકાસ્પદ ચોખાનો મોટો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. પાલીતાણા મામલતદારે નિયમિત ચેકિંગ દરમિયાન 6 હજાર કિલોથી વધુ ચોખા ભરેલી ટ્રકને ઝડપી પાડી હતી.

મામલતદાર દ્વારા જથ્થો શંકાસ્પદ માનીને જપ્ત કરવામાં આવ્યો

પ્રાપ્ત માહિતી મુજબ, ટ્રકમાં ભરાયેલા ચોખાના જથ્થા અંગે યોગ્ય દસ્તાવેજો રજૂ ન થતા મામલતદાર દ્વારા જથ્થો શંકાસ્પદ માનીને જપ્ત કરવામાં આવ્યો હતો. ચોખાના સેમ્પલ લઈ તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

સરકારી અનાજ છે કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી આવ્યો છે તે અંગે તપાસ શરૂ

આ ચોખાનો જથ્થો સરકારી અનાજ છે કે અન્ય કોઈ સ્ત્રોતમાંથી આવ્યો છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અનાજ કોણ લાવ્યું, ક્યાંથી લાવ્યું અને તેનો ઉપયોગ ક્યાં માટે થવાનો હતો તે બાબતે પણ તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

કાયદેસર કાર્યવાહી

લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.


આ પણ વાંચો----   Amreli:ખાતર પણ નકલી : અમરેલીમાં નકલી ખાતરની ફેક્ટરી પકડાઈ