અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગત માર્ચ મહિનામાં રમાયેલી ટી20 વર્લ્ડ કપની મેચની ટિકિટોનો મુદ્દે વિધાનસભામાં ગુંજ્યો હતો. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમા રજૂઆત કરી હતી.વિધાનસભામાં ગાજેલા આ મુદ્દા બાદ ભાવનગરમાં IPL ટિકિટ મુદ્દે ભાજપમાં વિવાદ સામે આવ્યો છે. અમદાવાદમાં રમાયેલી મેચને લઈને ભાજપના કાર્યકરો ટિકિટથી વંચિત રહ્યા હતાં.
ભાવનગર ભાજપમાં IPLની ટિકિટોના વિતરણ મુદ્દે વિવાદ
ભાવનગર ભાજપમાં IPLની ટિકિટોના વિતરણ મુદ્દે વિવાદ સર્જાયો છે.ગુજરાત ટાઈટન્સની મેચ બાદ પાયાના અને સક્રિય કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જ્યારે સંગઠનમાં નિષ્ક્રિય હોય તેવા લોકોને ટિકિટો આપી દેવામાં આવી છે.આ મુદ્દે કાર્યકરોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો બળાપો ઠાલવતા ભાજપનો આંતરિક વિખવાદ જાહેરમાં આવ્યો છે.પાયાના કાર્યકરોની અવગણના થતાં આગામી સમયમાં પક્ષમાં આંતરિક ખેંચતાણ વધવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
