ભાવનગરના વરતેજ વિસ્તારમાં રંગોલી ચોકડી પાસે થોડા દિવસ પહેલા પોલીસ સાથે ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે. ટ્રાફિક જામ દૂર કરાવતી વખતે ASI સાથે કારચાલક અને તેના ભાઈએ બોલાચાલી અને ઝપાઝપી કરી હતી.
વરતેજ પોલીસ મથકે બંને ભાઈઓ સામે ફરિયાદ
ઘટનાની જાણ થતાં વરતેજ પોલીસ મથકે બંને ભાઈઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ ઝપાઝપીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી.













