હજુ તો ઉનાળાની ગરમીની શરૂઆત થઈ છે ત્યાં જ ભાવનગર શહેરમાં પીવાના પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. બુધેલથી તરસમિયા સુધી આવતી મહી પરીએજની મુખ્ય પાઈપલાઈનમાં છેલ્લા 10 દિવસથી લીકેજ હોવાને કારણે, આવતીકાલે શહેરના 25થી વધુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


ભાવનગર શહેરમાં પાણીના ધાંધિયા

ભાવનગરને પાણી પૂરું પાડતી મુખ્ય લાઈનો પૈકીની એક એવી બુધેલ થી તરસમિયા લાઈનમાં છેલ્લા 10 દિવસથી ગંભીર લીકેજ જોવા મળ્યું હતું. આ લીકેજના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા આ લાઈનના રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી, આવતીકાલે પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.

અસરગ્રસ્ત વિસ્તારો

આ પાણી કાપને કારણે શહેરના 25થી વધુ વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થશે. મુખ્યત્વે વર્ધમાન નગર, દિલ બહાર, બાલયોગી નગર અને ESR (એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર) આધારિત વિસ્તારોમાં આવતીકાલે પાણી મળશે નહીં. ઉનાળાના આકરા તાપમાં પાણી ન મળવાને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, લીકેજ લાઈનનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે જેથી જલ્દીથી પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી શકાય. 

આ પણ વાંચો: Surat: સરકારી નોકરીની લાલચ આપી 4 લાખ પડાવનાર ભેજાબાજ મહારાષ્ટ્ર બોર્ડર પરથી ઝડપાયો, પોલીસે 3 દિવસ કરી રેકી

  • Follow us on: