ભાવનગર જિલ્લાના વાળુકડ ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું એક મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. વરતેજ પોલીસે બાતમી અને વીડિયો પુરાવાના આધારે દરોડા પાડી એક બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. નવાઈની વાત એ છે કે, પકડાયેલો શખ્સ આરોગ્ય વિભાગનો નિવૃત્ત હેલ્થ સુપરવાઇઝર છે.


જાગૃત નાગરિકે ખુલ્લું પાડ્યું કૌભાંડ

મળતી માહિતી મુજબ, વાળુકડ ગામમાં એક શખ્સ કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી કે લાયસન્સ વગર પોતાના રહેણાંક મકાનમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો. એક જાગૃત નાગરિકે આ નકલી ક્લિનિકનો વીડિયો ઉતારી પોલીસમાં અરજી કરી હતી. પુરાવા મળતા જ પોલીસે એક્શનમાં આવી તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

વરતેજ પોલીસની તપાસમાં સામે આવ્યું કે, નિવૃત્ત હેલ્થ સુપરવાઇઝર હોવાના નાતે તબીબી પ્રેક્ટિસની થોડી જાણકારી હોવાથી તે લોકોને એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શનો આપતો હતો. તેની પાસે ડૉક્ટર તરીકેની કોઈ પણ કાયદેસરની ડિગ્રી કે લાયસન્સ મળી આવ્યું નથી. પોલીસે સ્થળ પરથી દવાનો જથ્થો અને સાધનો જપ્ત કર્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: દાસ્તાન સર્કલ પાસે ટ્રકનો અકસ્માત, કેબિનમાં ફસાયેલા ચાલકને JCBની મદદથી બહાર કઢાયો

  • Follow us on: