ભાવનગરના ભાલ પંથકમાં આવેલા સવાઈનગર પાસે રવિવારે બે મોટરસાયકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જે પૈકી એક યુવાનની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. રજાના દિવસે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.


સવાઈનગર પાસે સર્જાયો અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના ભાલ વિસ્તારમાં આવેલા સવાઈનગર ગામ નજીક બે બાઈક પૂરઝડપે સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઈક પર સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.અકસ્માતની જાણ થતા જ ત્રણ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. પેરામેડિકલ સ્ટાફે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.

આ પણ વાંચો: Dahod: મમરાના કોથળાની આડમાં લઈ જવાતો 80 લાખનો દારૂ ઝડપાયો, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત



  • Follow us on: