ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલા કર્મચારી નગરમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં નિવૃત્ત આર્મીમેન પર ટોળાએ જીવલેણ હુમલો કરતા તેમણે પોતાના બચાવ માટે ફાયરિંગ કરવું પડ્યું હતું.
ભાવનગરમાં મોડી રાત્રીના ફાયરિંગ
મળતી માહિતી મુજબ, આ ઘટના મોડી રાત્રે બની હતી. નિવૃત્ત આર્મી જવાન પોતાના ઘર પાસે બાઇક ધીમે ચલાવવા માટે કહેવા ગયા હતા. આટલી સામાન્ય બાબત પર ઉશ્કેરાયેલા 6 જેટલા લોકોના ટોળાએ નિવૃત્ત આર્મી જવાન અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે પોતાના અને પોતાના ભાઈના જીવના બચાવ માટે આર્મીમેનને પગલું ભરવું પડ્યું હતું. પોતાની પાસે રહેલી લાયસન્સવાળી પિસ્તોલમાંથી તેમણે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે ટોળું વિખરાઈ ગયું હતું.










