ભાવનગર મહાનગર પાલિકામાં મહિલા અધિકારીનો વિવાદ સપાટી પર આવ્યો છે. જનસંપર્ક અધિકારી ભાનુબેન પરમાર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. મનપાના આંકડા મદદનીશ અધિકારી સાથે તેમણે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપ કરનાર અધિકારીએ મનપા કમિશ્નરને લેખિતમાં ફરિયાદ આપી છે. આ ફરિયાદમાં મહિલા અધિકારી સામે સરમુખત્યારશાહી અને ગેરવર્તન કર્યા અંગેનો ઉલ્લેખ કરાયો છે.
ભાવનગર મનપામાં મહિલા અધિકારી વિવાદમાં
ભાવનગર મહાનગર પાલિકાના જનસંપર્ક અધિકારી ભાનુબેન પરમાર વિવાદમાં આવ્યા છે. તેમણે મનપાના આંકડા મદદનીશ અધિકારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપ કરનાર અધિકારી હિરેન દવે દ્વારા મનપા કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરી છે. મનપા કમિશ્નરને હિરેન દવે દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં મહિલા અધિકારીએ તેમની સાથે ઉદ્ઘતાઈભર્યું વર્તન અને સરમુખત્યારશાહી પ્રમાણે વર્તન કર્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. મહિલા અધિકારીએ સ્ટોર વિભાગના પેમ્પલેટ છપાવવા અંગેની કામગીરી માટે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. આ મુદ્દે મનપાના પરિસરમાં સતત ચર્ચાનો વિષય બન્યો છે.
