ભાવનગરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં તાજેતરમાં બે પક્ષો વચ્ચે હિંસક મારામારીની ઘટના બની હતી. આ મામલે બોરતળાવ પોલીસ મથક દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે બંને પક્ષના કુલ 08 આરોપીઓની ધરપકડ કરી તેમને ઘટનાસ્થળે લાવી ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
બે પક્ષો વચ્ચે હિંસક મારામારીની ઘટના
બોરતળાવ પોલીસ મથકના પી.આઈ. (PI) સહિતના કાફલાએ તમામ આરોપીઓને મોતીતળાવ વિસ્તારની એ જ ગલીઓમાં ઉતાર્યા હતા જ્યાં તેમણે હિંસા આચરી હતી. પોલીસ જ્યારે આરોપીઓને લઈને નીકળી ત્યારે સ્થાનિક લોકોના મોટા ટોળાં એકઠા થયા હતા. આરોપીઓને જાહેરમાં આ રીતે લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા કરવાનો હતો.
