ગઢડા ખાતે આજે રાજકીય માહોલ ગરમાયો હતો, જ્યાં ગઢડા નગરપાલિકાના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કિશોરભાઈ ખાચરની નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે.


 પાંચ મહિનામાં રાજીનામું અને નવી ચૂંટણી

નોંધનીય છે કે, અગાઉના પ્રમુખ હિતેશ પટેલે ફક્ત પાંચ મહિનાના ટૂંકા ગાળામાં જ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી. આજે નગરપાલિકાના હોલમાં પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીના અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ગરપાલિકામાં કુલ 28 સભ્યો છે, જેમાંથી 18 ભારતીય જનતા પાર્ટી (BJP)ના અને 10 કોંગ્રેસના છે. બિનહરીફ વરણી થતા કિશોરભાઈ ખાચરને સત્તાવાર રીતે પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા.

 ધારાસભ્યએ પાઠવી શુભેચ્છાઓ

નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ ખાચરને ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયાએ ફુલહાર પહેરાવીને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. નવા પ્રમુખ કિશોરભાઈ ખાચરે આ પ્રસંગે ખાતરી આપી હતી કે તેઓ નગરપાલિકાના તમામ સભ્યોને સાથે રાખીને ગઢડા શહેરમાં વધુમાં વધુ વિકાસ થાય તે દિશામાં પ્રયત્નો કરશે.

આ પણ વાંચો: ગીરના જંગલમાં સિંહોનો અદ્ભુત સંયુક્ત પરિવાર, એકસાથે 11 સિંહોનો દુર્લભ નજારો


  • Follow us on: