ભાવનગર જિલ્લાના મહુવા શહેરની સરકારી જનરલ હોસ્પિટલમાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. હોસ્પિટલના બાળકોના વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીના સગા પર ચાલુ હાલતમાં સીલિંગ પંખો નીચે પડ્યો હતો. આ દુર્ઘટનામાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મહુવા સરકારી હોસ્પિટલમાં લાપરવાહીનો પંખો
ગઈકાલે સાંજના સમયે મહુવા સરકારી હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડમાં શબાનાબેન શેખ નામના મહિલા હાજર હતા. ત્યારે અચાનક છત પરનો ચાલુ પંખો તૂટીને તેમના પર પડ્યો હતો. પંખો સીધો માથા અને આંખના ભાગે વાગતા શબાનાબેન લોહીલુહાણ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ટાંકા લેવા પડ્યા હતા અને અત્યારે તેમને આંખે જોવામાં પણ તકલીફ પડી રહી હોવાનું જાણવા મળ્યું છે.
