ભાવનગર જિલ્લાના માઢીયા ગામ પાસે આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. મહુવા તરફ જઈ રહેલો એક માલવાહક ટ્રક બેકાબૂ બનીને હાઈવેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રક રસ્તા પર જ પલટી ખાઈ ગયો હતો.


ડીઝલ ટેન્ક તૂટતા આગ ભભૂકી

અકસ્માત દરમિયાન ટ્રકની ડીઝલ ટેન્ક ફાટી ગઈ હતી અથવા તૂટી ગઈ હતી, જેના કારણે ગણતરીની સેકન્ડોમાં જ સમગ્ર ટ્રકમાં ભીષણ આગ લાગી ગઈ હતી. હાઈવે પર ઉડતા આગના ગોળા અને કાળા ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. જેને પગલે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ફાયર બ્રિગેડની કામગીરી

આગની જાણ થતા જ ભાવનગર ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરની ટીમે સમયસર કામગીરી કરતા આગ આજુબાજુના વિસ્તારોમાં કે અન્ય વાહનોમાં ફેલાતા અટકી હતી.

આ પણ વાંચો: Patan: HNGUમાં MBBS ગુણ કૌભાંડનો મામલો, ડૉ. કનુ ચૌધરી 7 દિવસના રિમાન્ડ પર


  • Follow us on: