તળાજા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. નવનીત બાલધિયા મારપીટ કેસમાં આ મહત્વની કાર્યવાહી બાદ રાજ્યના મંત્રી પરષોત્તમ સોલંકીએ પ્રતિક્રિયા આપીને ન્યાયની પ્રક્રિયાને બિરદાવી છે.
સમાજની એકતાની થઈ જીત
પરષોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સમાજના તમામ આગેવાનોએ જે મહેનત કરી હતી તે આજે રંગ લાવી છે. તેમણે ઉમેર્યું કે, "આ કેસમાં માત્ર એક સમાજ નહીં, પરંતુ તમામ સમાજ નવનીત માટે એકતાના સૂત્રે બંધાયો હતો અને તે જ આ સફળતાનું કારણ છે.
ભવિષ્ય માટે આપી ચેતવણી
મંત્રી સોલંકીએ આ ઘટનાને એક દાખલા તરીકે ગણાવતા કહ્યું કે, ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે તે જોવું જરૂરી છે. તેમણે અપીલ કરી હતી કે જે રીતે નવનીત માટે તમામ સમાજ એક થયો, તેવી જ રીતે આગામી સમયમાં પણ ભાઈચારો અને એકતા જળવાઈ રહેવી જોઈએ.સમાજમાં ભવિષ્યમાં આવા દુખદ બનાવો ન બને તે માટે દરેક સ્તરે તકેદારી રાખવી અનિવાર્ય છે.
આ પણ વાંચો: જયરાજ આહીરની ધરપકડ બાદ નવનીત બાલધિયાની પ્રતિક્રિયા, ન્યાયતંત્ર પર વિશ્વાસ વધ્યો, કાવતરાખોરોને છોડવામાં ન આવે