ભાવનગરના ચકચારી મારપીટ કેસમાં મુખ્ય આરોપી જયરાજ આહીરની ધરપકડ થતા જ પીડિત નવનીત બાલધિયાએ સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે આ લડાઈમાં સાથ આપનાર તમામ લોકો અને તપાસ એજન્સીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
સમાજ અને સરકારનો માન્યો આભાર
નવનીત બાલધિયાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં તેમની પડખે ઉભા રહેલા કોળી સમાજ અને સમાજના તમામ આગેવાનોનો તેઓ આભાર માને છે. આ સાથે જ તેમણે સ્થાનિક ધારાસભ્યો, મંત્રીઓ અને રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે ન્યાય અપાવવા માટે જરૂરી હસ્તક્ષેપ કર્યો હતો.










